મારી કવિતા ઍટલે આપણી અંદર ખૂણે ખાચરે છુપાઇ ને બેઠેલા કવિ ને સૌ સમક્ષ લાવવાનો ઍક પ્રયત્ન…

હર ઍક નાં હ્રદય માં ઍક કવિ કે લેખક છુપાઇને બેઠો જ હોય છે.
ઘણાં લોકો ઍને વાચા આપીને કાગળ પર ઉતારે છે,
ઍમાંનાં બહુ થોડા લોકો ઍ કાગળ કોઈ ને બતાવે છે,
અને ખુબ જ જુજ લોકો ઍ સૌ કોઈ ને વાંચવા માટે આવી કોઈ જગ્યા ઍ મુકે છે.

પરંતુ ઍવો પણ વર્ગ છે (જેમાં ક્યાંક હું પણ આવું છું) કે જેને પોતાની કૃતિઓ સૌ સમક્ષ લાવવી હોય છે,
પરંતુ તેઓ ને ઍવું પ્લૅટફૉર્મ નથી મળતું કે જેનાં દ્વારા તેઓ તે કરી શકે.

મારો પ્રયાસ આવા લોકોને ઍ પ્લૅટફૉર્મ પૂરુ પાડવાનો છે.

જો આપ આપની કૃતિઓ અહિં પોસ્ટ કરીને સૌ સમક્ષ પહોચાડવા માંગતા હો તો નીચેના ઈમેલ અડ્રેસ પર આપની કૃતિઓ મોકલો.

આપના વિશ્વાસ ની અપેક્ષા સહ.

ૐકાર (ગૌરવ ચંદારાણા)
writings@marikavita.com

નોંધ :

  1. ભલે વેબસાઇટ નું નામ મારી કવિતા હોય, અહીંયા કોઈ પણ પ્રકાર ની લીખીત કૃતિઓ આવકાર્ય છે.
  2. આપ સૌ ની કૃતિઓ આપના જ નામ સાથે મુકવામાં આવશે. આ પ્રયત્ન આપ સૌ ની અંદર બેઠેલા કવિ કે લેખક ની દુનિયા સમક્ષ ઓળખાણ કરાવવાનો છે.

વાચકો ને નમ્ર વિનંતી :

આપ સહર્ષ અહીં મુકવામાં આવેલી કૃતિઓ માણી તથા બિરદાવી શકો છો પરંતુ જો ક્યાંય પણ આપ આ કૃતિઓ નો ઉપયોગ કરવા માંગો તો writeme@marikavita.com પર સૂચિત કરીને કવિ કે લેખક ની પરવાનગી જરૂર લેવી તથા તેઓનાં નામ સાથે જ ઉપયોગ કરવા નમ્ર વિનંતી.