આ ધંધાદારી દુનિયામાં જ્યારથી પ્રવેશ્યો છું,
ઍક ક્ષણવાર પણ શાંતિ થી ક્યાં બેસ્યો છું;
આ દુનિયા પણ શાળા કરતા ઉંધી ચાલ ચલાવે છે,
પહેલા લે છે પરીક્ષા અને પછી પાઠ ભણાવે છે;
શું કામ નીકળી ગયા શાળા માં થી ઍ સવાલ ખુબ સતાવે છે,
હર પળ હર ક્ષણ, મારી શાળા મને ખુબ જ યાદ આવે છે.
ઍ શાળા નો સમય ખરેખર ખુબ જ ન્યારો હતો,
પરિસ્થિતિ નાં માર કરતા શિક્ષકો નો માર વધારે સારો હતો;
આજે ઑફીસ માં રોજ ઍ જ લોકો સાથે કોફી પીવાય છે,
પણ લંચ બૉક્સ માં ત્યાં ક્યાં ધરાડ ભાગ પડાય છે?
ગજબ હતું કે મારા લંચ બૉક્સ કરતા બીજાનાં નો જ સ્વાદ સરસ હતો,
ઑફીસ નાં ફુલ લંચ કરતા ઍ ખાંડ રોટલી નો સ્વાદ ખૂબ જ મસ્ત હતો;
ઑછા માં પણ ખૂબ ધરાતાં, આજે ક્યાં કોઈ હાથે ખવડાવે છે?
ફુલ લંચ પૂરુ કરતાં પણ આજે સંતોષ નો ઓડકાર ક્યાં આવે છે?
યાદ કરુ છુ ઍ દિવસો જ્યારે આપણો પણ રાજાશાહી ઠાઠ હતો,
બેંચીસ પર નામો કોતરવામાં આપણો પણ મોટો હાથ હતો;
ફ્રેંડશિપ ડે પર માર્કર થી બધાં ના શર્ટ ભરવાના મનસૂબા હતા,
રક્ષાબંધન પર ક્રશ રાખડી બાંધી જતી ને અમે સૌ રોતા ઉભા હતા;
હર ઍક વર્ષે ઍ જ સપના પણ પાત્ર આમ ક્યારેક બદલાઈ જતું,
ક્યારેક કોઈ ચાલ્યું જતું શાળા છોડી ને યા પછી તો ફેલ થતું;
છેલ્લે થી પેલ્લો નંબર હમેશા અને છેલ્લી બેંચ નાં અમે જાગીરદાર હતા,
ચાલુ ક્લાસે ભોળી જનતા પાસે થી લંચ બૉક્સ નાં કર ની વસૂલી કરતાં;
આવી તો કઈ કેટલી યાદો કે લખવા બેસુ તો પાના ભરાય,
પણ પરીક્ષા માં પણ લખ્યુ નહી ને હવે ઍ ધંધો થોડો કરાય; 😉 😀
અને છેલ્લે,
આજની આપણી પ્રગતી માં આપણા શિક્ષકો નો ખૂબ મોટો હાથ છે,
આજે જે પણ કાઇ છિઍ ઍ ક્યાંક ઍમના જ આશીર્વાદ છે;
બાકી તો બધાં માટે જ હું નુકશાન કારક જ સોદો હતો,
આપણે કઈક કરી શક્શુ ઍવો સૌ પ્રથમ ઍમને જ ભરોસો હતો,
આમથા જ થોડા ગુરુ ને ભગવાન સાથે સરખાવાય છે,
આપને જોઈને આ મસ્તક કૃતજ્ઞતા થી જૂકી જાય છે.