રસ્તામાં ગપ્પા મારવા સુધીંની એમની વ્યવહારિક મસ્તી અને,
અહીં જીવનભરની હર્ષ ની હેલીના અંકુર ફૂટ્યા, બસ એજ ભૂલ કરી,
સુખ દુઃખ ના પ્રસંગો વાગોળવાની એમની ક્ષણિક મિત્રતા એ,
એમની મુર્ત્યુંજય હાજરી ની લાલસા જગાડી, બસ એજ ભૂલ કરી,
ક્યાં હતી એમને પણ જાણ કે ગાલો ની લાલી ની શું અસર થશે,
મૃગજળની માત્ર આશા એ હું તૃપ્ત થયો, બસ એજ તો ભૂલ કરી,
એમના પ્રપંચો ઉકેલવાની ચેષ્ઠા અને આનંદે જાણે ટેવ પાડી દીધી,
અમેં વણમાંગી સલાહ દેવાનો નો હક માંગ્યો, બસ એજ ભૂલ કરી,
વરસાદી માહોલ અને માટીની સુગંધે મોરને કળા કરતા શીખવ્યો,
ભાદરવા માસે મોરને practical બનાવ્યો, એમાં મોરે શું ભૂલ કરી?