નિરાંતે બેસી ને કદી પુરા ના જોયેલા તમામ શમણાંઓ ફરી જોઈ રહી છું…
હે પ્રભુ, હું ‘quarantine’ enjoy કરી રહી છું..
સવારે જાગી ને આકાશ જોતાં મને આવતી’તી દરિયા ની યાદ ;
મોજાં નો ઘુઘવાટ કાને અથડાય,.એટલાં માં તો આવતી કુકર ની ચોથી સીટી ની ફરિયાદ..
ઓફિસ ની ફાઇલો ના ઢગલા વચ્ચે થી ડોકિયું કરી ને જોવાતો સૂર્યાસ્ત ;
કવિતા ના શબ્દો સંગ કામ ના અહેવાલો થઈ જતાં સેળભેળ અનાયાસ..
નિરાંતે બેસી ને કદી પુરા ના જોયેલા તમામ શમણાંઓ ફરી જોઈ રહી છું…
હે પ્રભુ, હું ‘quarantine’ enjoy કરી રહી છું..
ક્યાંક પહોંચવાની ઉતાવળ માં ગાર્ડન ના હસતાં ફૂલ ને કર્યુ હતું ignore ;
હવે તો હું અને એ ચંપા નુ ફૂલ મહોર્યૅ ને છે સંગ પંખી નો કલશોર…
હે પ્રભુ, તારી સાથે ય ક્યા થતો હતો સંવાદ ;
આ તો , સવાર મા નાની શી ચકલી નુ ચીં ચીં ને મોરલા નો ટહુકો કરાવે છે મને ઝાલર વાગ્યા નું
યાદ…
નિરાંતે બેસી ને કદી પુરા ના જોયેલા તમામ શમણાંઓ ફરી જોઈ રહી છું…
હે પ્રભુ, હું ‘quarantine’ enjoy કરી રહી છું..
– હિરલ.