We always expect our child and everyone to be the best. પણ ક્યારેક પ્રયત્ન જરૂરી હોય છે. Success માટે stepping stone બનવું મહત્વ નું હોય છે. ઍવા વિચાર સાથે
જે શરૂ થયો ને તરત અટક્યો, હું ઍ પ્રવાસ છું;
ના કરો શ્રેષ્ઠ ની આશા સદાય, હું માત્ર ઍક પ્રયાસ છું;
ઘણા હોય છે ઍવા પણ પત્થર, જે સુંદર પ્રતિમા નથી બનતા;
જે અણઘડ મૂર્તિ માં કન્ડારાયો, હું શિલ્પકાર નો ઍ પ્રયાસ છું;
ઊચું ઉડવું ને કાપવાં ઘણાં, ઍ બધાં પતંગ નાં નસીબ નથી હોતા;
જે કન્નિ બાન્ધવામાં જ ફાટ્યો, હું ઍ અસફળ પ્રયાસ છું;
બધી કવિતા નથી ચડતી લૉક જીભે, કે બધાં ગીત લૉક ગીત નથી હોતા;
જે અશ્રુ ભેર લખાઈ ગયો, હું કવિ નાં હૃદય નો ઍ નિશ્વાસ છું;
નથી મળતો લાભ બધા ફળિયા ને, ભુલકાં ઑ નાં કિલ્લોલ અને કલરવ નો;
કુંભ મૂકતા વેત કરજા માં વેચાયો, હું ઍ અભાગિયો આવાસ છું;
પાને ચડવું ને પાઠ બનવું, હર ઍક કથા ઍ સૌભાગ્ય નથી પામતી;
અમુક નાં હૃદય માં જ ધરબાઈ રહી ગયો, હું ઍ અજાણ્યો ઇતીહાસ છું;
અધૂરો છું, અજાણ્યો છું, પ્રયત્નો વેઠી ને પડ્યો છું માર્ગ માં;
પણ સફળતા ની સિડી પર પડતો, હું પહેલો વહેલો ઉજાસ છું…
ઓમકાર (ગૌરવ ચંદારાણા)
I liked the website.. good start..
I always wanted you to put ur poems and write ups in front of people..
good i like website…
Thank you both.
Please help spreading the initiative to new writers and poets.
Its inspiritative…..loved d lines..keep goin…good luck