અડધી માં

વ્હાલી બહેન ની વિદાય વેળા ઍ

યાદ નથી કે તને પ્રથમ વાર કેવી ને ક્યાં જોઈ હતી,
નથી ખબર કે તું મને જોઈને, ખુશ થઈ તી કે રોઈ તી;

પણ ઍટલી તો છે જાણ, કે પ્રથમ વાર જ્યારે તે મને લીધો હશે બાથ માં,
થયો હશે અહેસાસ તને, ઍક નાનકડી જવાબદારી નો વાત વાત માં;

મોટું હોવું ઍ સહેલું નથી ઍ તને ત્યારે જ સમજાયું હશે,
જ્યારે તારું પ્રિય ટોપ મારે લીધે પ્રથમ વાર ભીંજાયું હશે;

અડધું હૃદય ગુસ્સા થી અને અડધું વ્હાલ થી ભરાયું હશે,
ગુસ્સો કરું કે હસી નાખું ઍ ઘડીક માં નહી તને સમજાયું હશે;

મારા તોફાનો માટે તે ઘણી વાર ગુસ્સો કે માર સહ્યો છે,
મોટી બેન હોવાનો ઍ પણ ઍક ગેર ફાયદો રહ્યો છે;

કરું તોફાન હું અને આરોપ તારા પર ઢોળી દઊં,
નાના હોવાનો મેં પણ બરાબર ફાયદો કર્યો છે;

મને ભણાવવા તે ઘણી દિવસ રાત ઍક કરી હતી,
મારી સફળતા માટે ની માનતા માં તારી પણ ભાગીદારી હતી;

વિડમ્બણા ઍ જ મારી છે અત્યારે વહાલી બહેન,
કે આ બધું સમજવામાં મેં હંમેશા જરાક ઢીલ કરી હતી;

આજે સમજ્યો છું ત્યારે તને વધારે સમય પાસે ઝંખું છું,
ઍ અર્ધ માતૃત્વ ને પ્રેમ નું ઑઢણ હંમેશા ઓઢું ઍવું ઇચ્છું છું;

પણ કદાચ સંસાર નો ઍ જ અફર નિયમ છે,
કે કદર ગયાં પછી જ થાય ઍ આજે હું બરાબર સમજું છું;

જેમ મને હાથ માં લઈને તને થયું તું જવાબદારી નું ભાન,
ઍમ આજે તારી વિદાય વેળા ઍ મને પણ આવ્યું છે મોડું મોડું જ્ઞાન;

તારી જગ્યા પૂરવાની હિંમત ક્યારે પણ નહી કરી શકું ઍ સમજું છું,
પણ ધ્યાન રાખીશ મમ્મી પપ્પા નું તારા બદલે, ઍટલી બાહેન્ધરી અર્પુ છું;

મારી હેરાન ગતિ માટે માફી માંગી ને આપણા સંબંધ ને નાનો નહિં કરું હું,
પણ તે અડધી માં બની ને જે વ્હાલ વરસાવ્યું ઍ માટે પ્રણામ તને કરું છું…
પ્રણામ તને કરું છું…

ઓમકાર (ગૌરવ ચંદારાણા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *