क्लैब्यं मा स्म गमः पार्थ / क्षुद्रं हृदयदौर्बल्यं

હમણાં હમણાં ભગવદ્ ગીતાજી નું પુનર્પઠન શરૂ કર્યા પછી ઍક વાત ધ્યાન માં આવી…

બીજા અધ્યાય થી ગીતાજી નો મુખ્ય વિષય શરૂ થતાં ની પહેલા જ ભગવાન અર્જુન ને કહે છે કે 

क्लैब्यं मा स्म गमः पार्थ અને क्षुद्रं हृदयदौर्बल्यं

બે રીતે આનું અર્થઘટન કરવાનું મન થયું.

ઍક તો સામાન્ય અર્થઘટન કે હતાશ અર્જુન ને પ્રભુ શરૂઆત માં જ હ્રદય ની દુર્બળતા છોડીને, યુદ્ધ માટે તત્પર થવાનું સુચવે છે.

અને બીજું અર્થઘટન કે શરૂઆત માં જ આ વાક્ય કહીને ભગવાન સુચવે છે કે હવે પછી કહેવાયેલી વાતો જીવન માં કે હ્રદય માં ઉતારવા મનુષ્ય ઍ હ્રદય ની દુર્બળતા છોડવી અને નપુંસકતા નો ત્યાગ કરવો અનિવાર્ય છે. તેના વગર ગીતાજી ને જાણવા, સમજવા કે પછી જીવનમાં ઉતારવા શક્ય નથી. 

જેમ આપણે સાંભળ્યું છે કે ગંગાજી માં માત્ર સ્નાન કરવાથી પાપ ધોવાતાં નથી પણ મન માં શ્રદ્ધા હોવી જરૂરી છે કે આ સ્નાન થી મારાં પાપ જરૂર ધોવાશે, તેમ ભલે ગીતાજી દરેક મનુષ્ય માટે છે પરંતુ હ્રદય ની દુરબળતા અને નપુસકતા નો ત્યાગ કરીને જે ગીતાજી નું પઠન કરે છે તે જ ખરા અર્થ માં ગીતાજી ને આત્મસાત કરી શકે છે.

4 thoughts on “क्लैब्यं मा स्म गमः पार्थ / क्षुद्रं हृदयदौर्बल्यं

  1. ભાઈ, અહીં એક સવાલ ઉભો થાય છે.
    હું હ્રદયની દુર્બળતા છોડી શકતો નથી, પરિસ્થિતિઓ સામે પોતાને લાચાર અનુભવુ છું, મનથી હારેલો છું, તેથી જ તો ગીતાના શરણે આવ્યો છું. પણ ગીતાને પુરેપુરી સમજવા જો મનની સબળતા આવશ્યક હોય તો આપે ટાંકેલા શ્લોકથી આગળની ગીતા તત્કાલીન પરિસ્થિતિમાંથી મને બહાર કાઢવા સક્ષમ છે? જો હા, તો સંદર્ભ સહિત આપનો મત પ્રગટ કરશો.

    આભાર.

    1. આપના ચિંતન તથા આપની જીજ્ઞશા માટે આભાર સાવન ભાઈ.

      સૌ પ્રથમ જરા પણ અતીશયોક્તી વગર ઍટલું કહીશ કે શ્રીમદ્ ભગવદ્ ગીતાજી માં આપણને માનવ જીવન નાં દર ઍક પ્રશ્ન નો ઉત્તર જરૂર મળશે. હર ઍક પરિસ્થિતિ સામે લડવાની, ઝઝુમવાની સમજ અને શક્તિ ગીતાજી અર્પણ કરે છે.

      તેનો સૌથી મોટો સંદર્ભ આપણે જેને ગીતા સંદેશ કહીયે છિઍ તેમાંથી મળી રહે છે:

      કર્યા વગર કંઇ મળતું નથી
      કરેલું ફોગટ જતું નથી.
      (कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन)
      કામ કરવાની શક્તિ તારામાં છે
      કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે

      અને क्षुद्रं हृदयदौर्बल्यं પણ તે માટે જ.

      કેમકે મારી પરિસ્થિતિ માં બદલાવ લાવવા માત્ર ને માત્ર ઍક જ વ્યક્તિ સમર્થ છે અને તે છે હું પોતે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *