એક introvert ની વ્યથા

હર્ષ ને હિલોળા નહિ અને ઊર્મિઓ ને વાચા નહિ,
વિચાર અને શબ્દો ના આ અનન્ય સંઘર્ષ ની ગાથા,
લોકો શું જાણે આ બિચારા ‘introvert’ ની વ્યથા.

વર્ણન કરતા ક્યાં આવડે, ખાલી ‘summary’ મળે,
લેવું-દેવું, વધારે-ઓછું ના અસમંજસ ની આ ગાથા,
લોકો શું જાણે આ બિચારા ‘introvert’ ની વ્યથા.

વ્યવહારિક વ્યાકુળતા ની માથે મૌન ની સાનુકૂળતા,
કોઈ ને ખબર ના પડે એવી ડાયરી ના પાના ની ગાથા,
લોકો શું જાણે આ બિચારા ‘introvert’ ની વ્યથા.

જ્ઞાન ને ન્યાય નહિ અને કીર્તિ ના નુસખાઓ નહિ,
અજાણતા સ્થિતપ્રજ્ઞ બનેલા મોઢાની આ ગાથા,
લોકો શું જાણે આ બિચારા ‘introvert’ ની વ્યથા.

પ્રેમ ને સપનાઓ તો મળે, અશ્રુ ને તો જીભ પણ નહિ,
મૌન ના અનંત સાગર માં પણ, મોતીની ખોજ ની ગાથા,
લોકો શું જાણે આ બિચારા ‘introvert’ ની વ્યથા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *