ફિલ્મ : મોહાબ્બતે
ચાલો શરુવાત આપણાં બધાનાં માનીતા અને ચાહિતા વિષય “પ્રેમ” થી જ કરિયે.
કેટલો સરળ, સિમ્પ્લ અને શુદ્ધ (pure) ડાયલોગ છે નહી?
પરંતુ, જેમ જેમ તમે તેને વધારે વાંચો, વધારે સમજવાનો પ્રયત્ન કરો, તેમ તેમ તમને તેના ઉંડાણ ની, તેની ફિલૉસોફી ની અને બહુ ઑછા શબ્દો માં કેટલું બધું કહી જવાની લાક્ષણીકતા નો ખ્યાલ આવે.
પ્રેમ વિષય જ હમેશાં ગહન સંશોધન નો રહ્યો છે. પરંતુ પ્રેમ કરવા વાળાઓ ને સંશોધનો ક્યારેક ભારે પડી જતા હોય છે… 😀 😀
પરંતુ, કેટલી સરળ અને સરસ વાત કહી છે આ ડાયલોગ માં કે કોઈ તમને પ્રેમ કરે અને તમે જેવા છો તેને પ્રેમ કરે.
આજ નાં પ્રેમ સંબંધો નહી ટકવાનું મુળ મને લાગે છે આ ડાયલોગ માં મળી જાય છે.
કોઇનો પ્રેમ મેળવવા માટે દેખાડો કરવો, જેવાં આપણે નથી ઍવું દેખાવવું, ખોટા વાયદાઓ કરવા આ બધું જ ખરેખર પ્રેમમાં સામાન્ય થઈ ગયું લાગે છે.
મને તો ઍ જ વાત નું આશ્ચર્ય થાય છે કે જેને પ્રેમ કરતા હોઇઍ તેની સાથે આ છેતરપીંડી આપણે કરી જ કેમ શકિયે?
અને હસવું પણ ઍ વાત નું આવે છે કે જેની સાથે આપણે હવે પછી નાં બધાં જ સીક્રેટ્સ શેર કરવા માંગીયે છિઍ તેને જ આપણે ખોટું કહેવાનું અને ખોટા વાયદાઓ કરવાનાં?
કેટલાં લોકો ખરેખર જેવાં છે ઍવા જ બની ને કે રહી ને તેનાં પ્રેમ નો પ્રસ્તાવ રાખવા જાય છે? કેમ ઍ પ્રસ્તાવ માં હંમેશા આપણે આપણી જાત ને છિઍ તેનાં કરતા અલગ કે વધારે સારી દેખાડવાનો પ્રયત્ન કરતા હોઇઍ છિઍ?
ઍમ કહેવાય છે કે પ્રેમ ઍટલે સમર્પણ.
અને સમર્પણ શુદ્ધ જ હોય, તેમાં ભેળસેળ ચાલે જ નહીં. તેમાં ખોટું કે છેતરપીંડી ચાલે જ નહીં.
અને જો તમારા મન માં ઍ ખોટું કહેવાનો વિચાર આવે પણ છે તો ઍ પ્રેમ સાચો છે કે નહીં ઍવો ઍક વાર ફરીથી વિચાર કરવાની જરૂર છે.
બહુ સરળ અને રોજીંદા જીવન નાં દાખલા થી આ સમજી શકાય છે.
આપણે કોઈ દુકાન માં કોઈ વસ્તુ લેવાં જાઇઍ, માનો કે કોઈ જનરલ સ્ટોર માં જઈને આપણે કોઈ ચોક્ક્સ બ્રાંડ નું શૅમપૂ માંગી રહ્યા છિઍ.
અને જો ઍ સ્ટોર માં ઍ શૅમપૂ ન જ હોય, ઍ રાખતાં જ ન હોય તો ઍ લોકો આપણને ચોકખો નનૈયો જ ભણાવી દેશે નહી કે કોઈ બહાના આપશે કે આજીજી કરશે.
આટલું જ સરળ છે કે જે યોગ્યતા આપણાં માં નથી અને ઍ યોગ્યતા સામે વાળા પાત્ર ને જોઇઍ જ છે તો શા માટે કાલાવાલા કરવાનાં અને તે કેળવવા પ્રયત્ન કરવા માંડવાના કે ઍ યોગ્યતા છે જ ઍવો દેખાડો કરવાનો?
આપણે કેમ કહી ન શકિયે કે ઍ યોગ્યતા મારામાં નથી અને ઍ હું કદાચ કેળવી ન પણ શકું તો પણ તને મંજૂર હોય તો જ આગળ વધીયે.
ઍવું પણ નથી કે આપણે ન જ બદલવું. જો ઍ બદલાવ સારો હોય, સાચો હોય, આપણને પણ ઍ બદલાવ લાવવો ગમે તેમ હોય તો છડેચોક કઈ દેવું સુલતાન ની જેમ કે હવે તો બૉક્સિંગ ચૅંપિયન બન્યા પછી જ મળશુ અને યોગ્ય થઈને દેખાડીશ.
ઉત્તમ ઉદાહરણ છે કબીર સાહેબ નું. તેમની પત્ની લાલી તેમને કહે છે કે તમે જેટલો મને પ્રેમ કરો છો ઍટલો ભગવાન ને પ્રેમ કરો ને તો જીવન સુધરી જાય. અને સાચે કબીર સાહેબ સંસાર નો ત્યાગ કરે છે ને પછી ની વાત તો ઇતીહાસ તરીકે આપ જાણો જ છો.
પરંતુ, આ વાત ઍમના માટે છે કે જે ખોટા દેખાડા માં ગજા બહાર નાં વાયદાઓ તથા ખર્ચાઓ કરી નાખે છે અને પછી જ્યારે નક્કર વાસ્તવિકતા નો સામનો થાય છે ત્યારે સંબંધ તો નથી જ રહેતો પરંતુ બીજું પણ ઘણું નુકશાન તેઓ અજાણ્યે તેમના જીવન ને કરી બેઠા હોય છે.
ઍટલે જ આપણા વડવાઑ કહી ગયા કે,
લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માન્દો થાય.
જાણું છું કે પ્રેમ વિચાર કરીને કરવાની વસ્તુ નથી, મગજ થી કરવાની વસ્તુ નથી પણ હ્રદય થી કરવાની વસ્તુ છે. પરંતુ હું દ્રઢપણે માનું છું કે પ્રેમ કરવો તો સમજદારી પૂર્વક નો કરવો.
ઍક સુવર્ણ સૂત્ર આપવા માંગુ છું કે
“સામે વાળુ પાત્ર તેના સૌથી ખરાબ લાગતા કપડા માં હોય ને તેમ છતાં પણ ઍ તમને ઍટલું જ ગમે તો માનવું કે તમારો પ્રેમ ખરેખર સાચો છે”
આપના મંતવ્યો જરૂર થી નીચે કોમેન્ટ માં જણાવશો.
અસ્તુ
Amazing
Thank you brother 🙂
Gaurav bhai
Nice Initiative Gaurav!
Thank you, brother…
Make a more new posts please 🙂
Sure. Thank you for encouragement