હું છું એક શિક્ષક!!

આડંબરો થી વંચિત રહીને પદની ગરિમા નિભાવતો,
વિદ્રોહીઓ ને વખાણતો તો કદી ગમતાઓને ગભરાવતો,
ગમા અણગમાથી સદાય આજિંક્ય, હું છું એક શિક્ષક.

કરતો-કરાવતો, રમતો-રમાડતો વળી ભણતો-ભણાવતો,
વિદ્યાને વરી જઈને, જીવન ના ગણિત પણ હું ગણાવતો,
ડગલે જીતતો તો વળી ડગલે હારતો, હું છું એક શિક્ષક,

ગળા ની મધુરતા નું તેલ રેડી, જ્ઞાનદિપો હું પ્રગટાવતો,
પ્રપંચો અને પ્રશ્નો ના ગીત ને, હું હાસ્ય નો રાગ આપતો,
હા! પરીક્ષાઓ એજ મારી કસોટી, હું છું એક શિક્ષક.

સન્માન ની સરીતા ને, કદી સ્વાર્થ થી મેલી નો’ કરતો,
અવળચંડાઓ ની ઠિઠિયાઠોરી થી ગાંઠ કદી નો’ ઘરતો,
દુઃખ ને સુખ માં સદાય સમતા રાખતો, હું છું એક શિક્ષક.

જ્ઞાન તણા એ સમુદ્ર માં નિર્ધન તરતી નૈયા નો ખલાસી,
એકલતા ના ઘૂંટડા પીતો છતાં લોકજીવન નો વિલાસી,
અનાયાસે જ રાષ્ટ્રનિર્માણ કરતો, હું છું એક શિક્ષક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *