મુંબઇ ની મકર સંક્રાન્ત

સવાર ના પહોર માં ઉઠતા વેંત જ, વાઇફ ઍ પાડ્યો સાદ,
સાંભળો છો, આજે છે મકરસંક્રાન્ત, છે કે નહીં યાદ?

સાંભળીને થયું મન પ્રસન્ન કે વાહ આજે તો મજાનો તહેવાર છે,
આપણે તો અહીયાં સવાર માં બધાંને વ્હોટસ ઍપ્પ પર વીશ કરવાનો વહેવાર છે;

જ્યાં લીધો હાથ માં ફોન ત્યાં આવ્યું યાદ કે થયું છે ઉઠવામાં મોડું,
તૈયાર થાવામાં આજે પણ કરવું પડશે જલ્દી જલ્દી થોડું;

જો હોઉં ગુજરાત માં તો કોઈ પુછે કે રજા ના દીવસે શેની ઉતાવળ છે ભાઈ?
પણ રહિયે અમે અલબેલી નગરી મુંબઇ માં, અહીંયા ઑફીસ થી થોડો છુટકારો થાય;

પ્લૅટફૉર્મ પર સ્નેહી જનો ને વીશ કરવામાં આપ્યું થોડું જ્યાં ધ્યાન,
ત્યાં ટ્રેન નું અનાઉન્સ્મેંટ થયું ને થઈ ગયો હું સાવધાન;

ટ્રેન ને બસ ના ઘોંઘાટ માં ધક્કા મુક્કી નો સાથવારો લઈ માંડ પહોચ્યોં ઓફિસે,
“કાઇપો છે ને લપેટ” ના કાલ્પનિક અવાજો પળે પળે કાન માં ગુંજતા દીસે;

બધાં ચગાવે પતંગ ધાબે ને તલ ગોળ નાં લાડું ની ઉડાવે જયાફતો,
ને હું આખો દિવસ સાંભળતો રહ્યો, ક્લાયન્ટ કૉલ ને કોડ ની આફતો;

આવ્યો તો ઑફીસ ઍ કહીને, સુવર્ણ સૂરજ દાદા ને ગુડ મોર્નીંગ ને હાઈ,
પણ મારાં નીકળતા પહેલાં ચાલ્યા ગયાં ઍ પણ, તહેવાર મનાવીને કહ્યા વગર બાઇ બાઇ;

ઘરે આવીને થાક્યો તો ઍટલો કે થઈ ગયો જમવાનો પણ મારા થી અનાદર,
“હા યાર આજે તો તહેવાર હતો” ઍવુ વિચારીને ઓઢી લીધી મેં ચાદર… 😔

– ૐકાર (ગૌરવ ચંદારાણા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *